ભાવનગર ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે. શહેરમાં યોજાયેલા મહત્વના કાર્યક્રમોમાં આમંત્રણ ન મળતાં ભાજપના પૂર્વ મેયર ભરત બારડેએ સંગઠનના પદાધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. ૨૫ ઈ-બસના લોકાર્પણ અને સાતમ-આઠમના લોકમેળા જેવા કાર્યક્રમોમાં પોતાને આમંત્રણ ન મળ્યાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.ભરત બારડેએ કહ્યું હતું કે, ભાજપ ભાવનગર શહેરે એ ભૂલવું ન જાઈએ કે પક્ષ માટે કામ કરતી વખતે તેમણે માર પણ ખાધો છે. તેમણે વરિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના ન કરવા અને યુવાનોને આગળ લાવવાની સાથે વર્ષોથી પક્ષ માટે સંઘર્ષ કરનારા નેતાઓને પણ યોગ્ય સન્માન આપવાની વાત કરી હતી.ભરત બારડે એ જણાવ્યું હતું કે ૨૫ ઈ-બસના લોકાર્પણ કાર્યક્રમમાં પોતાનો મહત્વનો ફાળો હોવા છતાં તેમને આમંત્રણ કાર્ડ મળ્યું નહોતું. તેમણે કહ્યું કે હાલના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કાર્યક્રમો અંગે કેટલીક જવાબદારીઓ હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ જવાબદારી પર હતા ત્યારે કાર્યક્રમોમાં કોઈને ભૂલતા નહોતા. તેમણે પક્ષે સોંપેલી મહત્વની જવાબદારીઓ ઈમાનદારી અને વફાદારીથી નિભાવી હોવાનું પણ જણાવ્યું હતું.
પૂર્વ મેયરે સ્થાનિક સંગઠનના કોઈ વ્યક્તિ સાથે અંગત વાંધો ન હોવાનું સ્પષ્ટ કરતાં કહ્યું કે તેમને સિનિયર કાર્યકર્તા તરીકે યાદ કરવા જાઈએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ક્યારેક તેમને કાર્યક્રમના સ્ટેજ પર બેસાડવામાં આવે છે, ત્યારે જાણે પરાણે બેસાડવામાં આવતા હોય તેવો અનુભવ થાય છે.તેમણે કહ્યું કે જા પાર્ટીના કોઈ આગેવાનને તેમની સાથે કોઈ વાંધો હોય અથવા તેમની કોઈ ભૂલ હોય તો સીધી રીતે જણાવવી જાઈએ. તેમની ભૂલ હોય તો ઠપકો આપવા સામે વાંધો નથી, પરંતુ અવગણના ન થવી જાઈએ. ભરત બારડેએ વધુમાં જણાવ્યું કે તેઓ શેરી સ્તરથી લઈને મેયર પદ સુધી સક્રિય રહ્યા છે અને હાલ કોઈ સત્તાવાર જવાબદારી ન હોવા છતાં પક્ષ માટે નાના-મોટા કામ કરતા રહે છે.પોતાની નારાજગી વ્યક્ત કરતાં ભરત બારડેએ કડક શબ્દોમાં કહ્યું કે ભાવનગર ભાજપે ભૂલવું ન જાઈએ કે તેમણે પક્ષ માટે માર પણ ખાધો છે. તેમણે પોતાના સંઘર્ષના સમયને યાદ કરતાં જણાવ્યું કે મારના ડાઘા આજે પણ ગયા નથી. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જા પાર્ટીના કોઈ વરિષ્ઠ આગેવાન અથવા પદાધિકારીને તેમની સાથે કોઈ સમસ્યા હોય તો તે સીધી રીતે કહેવી જાઈએ. તેમની વાતમાં સંગઠનમાં વરિષ્ઠ કાર્યકર્તાઓને યોગ્ય સ્થાન અને સન્માન આપવાની માગણી સ્પષ્ટ જાવા મળી હતી.
ભરત બારડે એ સ્પષ્ટ કર્યું કે ભાજપ દ્વારા યુવાનોને આગળ લાવવાની નીતિ સામે તેમને કોઈ વાંધો નથી. જાકે, તેમની સાથે વર્ષોથી પક્ષ માટે કામ કરનારા અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના ન થવી જાઈએ તેમ તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે તેમના જેવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનના દાયકાઓ પાર્ટી માટે ખર્ચ્યા છે. આવા કાર્યકર્તાઓને ભૂલી જવા કરતાં યુવાનોને તક આપવાની સાથે વડીલોનું માર્ગદર્શન અને સન્માન જળવાઈ રહે તે જરૂરી છે.પોતાના પક્ષ પ્રત્યેના લાંબા સંઘર્ષને સમજાવતા ભરત બારડેએ ૨૦૦૧ના સમયની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે તેઓ સિનિયર કાર્યકર્તા હતા અને કોમી તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન તેમની સગી બહેનનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે તેમની નવજાત બાળકી બચી ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે પક્ષ માટે પોતાના પરિવાર અને વ્યક્તિગત જીવનમાં પણ મુશ્કેલ સમયમાંથી પસાર થવાનો સંદર્ભ આપ્યો હતો.








































