લીલીયા મોટા જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા અને પ્રણેતા ડો. પ્રવીણભાઈ તોગડિયાની અધ્યક્ષતામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ધર્મસભામાં હિન્દુ સમાજની એકતા, સંગઠન, સેવા અને જરૂરિયાતમંદોની મદદ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાદાન, અન્નદાન, પ્રાણદાન, વાણીદાન અને કન્યાદાન જેવા સેવાકાર્યોનું મહત્વ સમજાવી હિન્દુ હેલ્પલાઇન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.નવરાત્રી દરમિયાન દરેક ઘરમાં શસ્ત્રપૂજન કરવા તથા દરેક ગામમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. દર શનિવારે કેન્દ્રો ખાતે તબીબી તપાસ કેમ્પ યોજવા અને જરૂરિયાતમંદોને દવાઓ આપવાની પહેલની માહિતી અપાઈ હતી. ઉપરાંત, દર અઠવાડિયે એક મુઠ્ઠી અનાજનું દાન કરવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમમાં ડો. તોગડિયાનું સન્માન કરાયું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.








































