લાઠી તાલુકાના કાંચરડી ગામે લાઠી–બાબરા–દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ હર્ષ અને આનંદ સાથે ધારાસભ્યનું ઉમળકાભેર સ્વાગત કરી સન્માન કર્યું હતું. સમારોહમાં ગામના આગેવાનો, સરપંચ, વડીલો,કાર્યકર્તાઓ, માતાઓ-બહેનો, યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે જનકભાઈ તળાવીયા મતવિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને રસ્તા, પાણી, શિક્ષણ તથા આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ માટે રજૂઆતો કરી રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સૌનો આભાર વ્યક્ત કરી એવોર્ડને સમગ્ર વિધાનસભા પરિવારનું સન્માન ગણાવ્યું હતું.








































