રાજુલાના કોવાયામાં સગીરાને બીભત્સ વીડિયો-ફોટા બતાવી પડોશીએ છાતીના ભાગે હાથ નાખી અડપલાં કર્યા હતા. આ અંગે સગીરાના પિતાએ અલ્ટ્રાટેક ટાઉનશિપમાં રહેતા અજીતસિંહ ઉમેશસિંહ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી છેલ્લા બે મહિનાથી તેમની સગીર દીકરીને મોબાઈલ ફોનમાં બીભત્સ વીડિયો તથા ફોટા બતાવતો હતો. થોડા દિવસ પહેલાં સાંજના સમયે તેમની પુત્રી આરોપીના ઘરે બુક લેવા ગઈ ત્યારે છાતીના ભાગે હાથ નાખીને શારીરિક અડપલાં કર્યા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































