જન્માષ્ટમીના પવિત્ર અવસર નિમિત્તે બગસરા શહેરમાં ભરવાડ સમાજ દ્વારા આવતીકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા સવારે ૮ વાગ્યે ભરવાડ સમાજની વાડી ખાતેથી પ્રસ્થાન કરશે અને ગોંડલીયા ચોક, વિજય ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આપાગીગાના મંદિર સુધી પહોંચશે. ત્યાંથી પરત ફરી શિવાજી ચોક થઈ ભરવાડ સમાજની વાડી ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. દરમિયાન સામાજિક સંસ્થા ઓક્સિજન ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. રાસ-ગરબા સાથે ઠંડા પીણાંનું વિતરણ કરી શોભાયાત્રાના વધામણા કરવામાં આવશે.