બાબરાના કીડી ગામે સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓમાંથી રૂપિયા ૫.૭૩ લાખની કિંમતના કેબલ તથા ઓઇલની ચોરી થઈ હતી. આ અંગે નીલવડા ગામે રહેતા અને સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભરતભાઇ ઘોહાભાઇ ધુમલીયા (ઉં.વ. ૩૪)એ અજાણ્યા ચોર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, કીડી ગામના સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કીના લોકેશન નંબર RJ-AT-૪૭ માંથી નેસલ અ‹થગ કોપરનો આશરે ૧૨૦ મીટર કેબલ તથા ટાવર અ‹થગ કોપરનો આશરે ૧૧૦ મીટર કેબલ (કુલ કિંમત આશરે રૂ. ૩,૩૯,૦૦૦) ચોરાયો હતો.આ ઉપરાંત, લોકેશન નંબર RJ-AT-૪૩ ની બાજુમાં આવેલા ટીસીમાંથી આશરે ૯૦૦ લીટર ઓઇલ (કિંમત આશરે રૂ. ૧,૦૮,૦૦૦) અને લોકેશન નંબર ઇત્ન-છ્-૪૫ ની બાજુમાં આવેલા ટીસીમાંથી આશરે ૧૦૫૦ લીટર ઓઇલ (કિંમત આશરે રૂ. ૧,૨૬,૦૦૦) મળીને ત્રણેય પવનચક્કીઓમાંથી કુલ રૂ. ૫,૭૩,૦૦૦ ની મત્તાની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો.આ બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એમ. ગમારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































