બાબરા શહેરની પ્રતિભાશાળી વિદ્યાર્થિની મિતાક્ષી ટીલાવતે સંસ્કૃત નિબંધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ નોંધપાત્ર સિદ્ધિથી પરિવારજનો, વિવેકાનંદ શાળાના સંચાલકો, શિક્ષકગણ તેમજ સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ છે. મિતાક્ષીની મહેનત, પ્રતિભા અને અભ્યાસ પ્રત્યેની લગનને સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિદ્ધિ બદલ શાળાના સંચાલકો, શિક્ષકો, પરિવારજનો અને મિત્રોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. મિતાક્ષીએ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી બાબરા શહેર અને વિવેકાનંદ શાળાનું ગૌરવ વધાર્યું છે.










































