વેરાવળના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અરણેજ સ્થિત કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓમાં બાળકોના હકો, સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ વધારવાના હેતુથી પોક્સો એક્ટ, ૨૦૧૨ (Protection of Children from Sexual Offences Act, ૨૦૧૨) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થિનીઓને આ કાયદાની મુખ્ય જોગવાઈઓ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. બાળકો સાથે થતી જાતીય સતામણી, જાતીય શોષણ અને જાતીય હિંસાથી બાળકોને કાયદાકીય રક્ષણ મળે તે માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે.મકવાણા, દિવ્યાબેન જે. મકવાણા વોર્ડન કમ હેડ ટીચર રંજન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા હાજર રહ્યા હતા.