કુંકાવાવ ખાતે તા. ૨૫ના રોજ બપોરે વિનુભાઈ સોનીના પેટ્રોલ પંપ ખાતે ડો. કિરીટકુમાર દેશાણી અને છગનભાઈ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભુરખીયા હનુમાન દાદાના મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડા. પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં યોજાનારી ભવ્ય ધર્મસભાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સ્થળનું નિરીક્ષણ કરી વિવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.