રાજુલામાં પત્ની સાથે સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને એસિડ પી લેનાર યુવકનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.મૃતકના પિતા નાનજીભાઈ કાનાભાઈ જોગદિયા (ઉ.વ.૫૭)એ પોલીસમાં આપેલી માહિતી મુજબ, તેમના પુત્ર શૈલેષભાઇ (ઉ.વ. ૩૦)ને પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. બોલાચાલી બાદ પત્ની પોતાના દીકરાને લઈને પિયર જતી રહી હતી. પત્ની અને પુત્ર ચાલી જતાં શૈલેષને માઠું લાગી આવ્યું હતું અને આ આઘાતમાં તેણે એસિડ પી લીધું હતું.એસિડ પીધા બાદ તબિયત લથડતાં તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી. એસ. બાબરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































