અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ખુલ્લેઆમ મુસ્લિમ મતોના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હૈદરાબાદના એક મંચ પરથી,એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો અને કહ્યું કે કોઈ પણ કોર્ટને મુસલમાનોના ધાર્મિક મામલામાં દખલ કરવાનો અધિકાર નથી. ત્યારબાદ તેમણે સીધા રાજકીય નેતૃત્વનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુસલમાનોને એક થવા અને પોતાના રાજકીય નેતૃત્વ માટે તૈયારી કરવા અપીલ કરી. બિહાર ચૂંટણીમાં બતાવેલ મુસ્લિમ એકતાને ટાંકીને, ઓવૈસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પણ આવી જ તાકાત દર્શાવવી જાઈએ.ઓવૈસીના રાજકારણનો મુખ્ય આધાર આ છેઃ મુસ્લિમો લગતા મુદ્દાઓ પર સ્પષ્ટ અને સીધી વાણી. જાકે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં એક અલગ પડકારનો સામનો કરી રહ્યા છે. તેમણે મુસ્લિમ અને હિન્દુ બંને મતો મેળવવા પડશે. પરિણામે, તેમણે અત્યંત સાવધાની સાથે દરેક પગલું ભરવું પડશે. રાહુલ ગાંધીના વક્તવ્ય ઘણીવાર અખિલેશ માટે આ પડકારને વધારે છે.મનુસ્મૃતિ પર રાજકીય લડાઈ પણ તીવ્ર બની છે. રાહુલ ગાંધીએ મનુસ્મૃતિમાં મહિલાઓ અંગે ઉપયોગમાં લેવાયેલા કથિત અપમાનજનક શબ્દો પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. હવે, ઓવૈસીએ દલિતો માટે મનુસ્મૃતિના સંદર્ભોનો ઉલ્લેખ કરીને આ મુદ્દાને આગળ વધાર્યો.ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આરએસએસ મનુસ્મૃતિને ભારતનું બંધારણ બનાવવા માંગે છે અને સંઘ સાથે સંકળાયેલા ઘણા નેતાઓ આના સમર્થનમાં હતા. તેમણે ભાજપ અને આરએસએસ પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું કે જા તેમને મનુસ્મૃતિમાં આટલો વિશ્વાસ છે, તો મનુસ્મૃતિના પ્રકરણ ૭ માં દલિતો વિશે લખેલી વાતો પણ દેશ સમક્ષ ખુલ્લેઆમ રજૂ કરવી જાઈએ.ઓવૈસીના આરોપોનો જવાબ આપતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષ મનુસ્મૃતિનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને તેમનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનો છે. સુધાંશુ ત્રિવેદીએ પ્રશ્ન કર્યો કે જે લોકો વારંવાર મનુસ્મૃતિનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમણે પહેલા સમજાવવું જાઈએ કે તેમને મનુસ્મૃતિની મૂળ નકલ ક્્યાંથી મળી અને તેઓ કયા લખાણ પર પોતાના નિવેદનો આપી રહ્યા છે.