અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે શારજાહથી આવેલી એક મહિલા પાસેથી ૮૩.૧૪ લાખ રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે. મહિલાના સ્વેટરમાંથી ૪૯૯.૫૪૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની ચેઇન મળી આવતા અધિકારીઓએ સોનું જપ્ત કરી મહિલાની અટકાયત કરી હતી.
શારજાહથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરની તપાસ કરવામાં આવતા મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેઇન મળી આવી હતી. તપાસ દરમિયાન કુલ ૪૯૯.૫૪૦ ગ્રામ ૨૪ કેરેટ સોનું મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે રૂપિયા ૮૩.૧૪ લાખ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓએ તપાસ દરમિયાન મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેઇન શોધી કાઢી હતી. સોનાને છુપાવીને લાવવામાં આવ્યું હોવાની શંકાના આધારે કસ્ટમ્સ વિભાગે મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































