અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ રાષ્ટ્રીય ઉત્સાહ વચ્ચે દર વર્ષની પરંપરા મુજબ અમરેલીના લોકપ્રિય નીલકંઠ જવેલર્સ ખાતે પણ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે સમગ્ર શોરૂમને તિરંગાની થીમ, રંગબેરંગી ફુગ્ગાઓ, આકર્ષક પુષ્પો, રાષ્ટ્રપ્રેમના પોસ્ટરો તથા ભવ્ય પ્રવેશદ્વારથી શણગારવામાં આવ્યો હતો. શોરૂમ પરિસરમાં તિરંગાની છટા અને દેશભક્તિના ગીતો સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં અમરેલીના વિવિધ સેવાભાવી અને સામાજિક સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ અમરેલી, રોટરી ક્લબ અમરેલી, લાયન્સ મેઈન, શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ, રોટરી ગીર અમરેલીના પ્રમુખ તથા સભ્યો અને કલાપી ગ્રુપ ઓફ લાઠીના આગેવાનો સહિત વેપારી મહામંડળના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી.આ ઉપરાંત દિનેશભાઈ ભુવા તથા શીતલ આઇસ્ક્રીમ પરિવારના સભ્યો અને અમરેલીના જાણીતા તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં મૂકબધિર શાળાના દિવ્યાંગ બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું આઇસ્ક્રીમ દ્વારા મોં મીઠું કરાવી સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મહેમાનોને તિરંગા લેપન પિન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાયકલ રેલી પૂર્ણ કરીને હનુમાન સાયકલ રાઇડર્સ ગ્રુપના વિશાલભાઈ, રઘુભાઈ, વિરેનભાઈ સહિતના સભ્યો પણ નીલકંઠ જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમને ચંદ્રકો અને સ્મૃતિભેટ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નીલકંઠ જવેલર્સના માલિક કંદર્પભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આઝાદી માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશ પ્રત્યે સમર્પિત થવાની પવિત્ર પ્રેરણા છે. દરેકના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્યોત સદાય પ્રજ્વલિત રહે અને સૌ સાથે મળીને દેશના વિકાસ તથા પ્રગતિ માટે પ્રતિબધ્ધ બને તેવા સંદેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.










































