અમરેલીના લાઠી રોડ વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભાડા કરાર અન્ય હેતુ માટે કરવામાં આવ્યો હોવા છતાં સ્થળ પર સ્પા ચલાવવામાં આવતો હતો. સ્પા માટે કેરિયા રોડ અયોધ્યા એપાર્ટમેન્ટનું લાયસન્સ દર્શાવી ગેરકાયદેસર રીતે વ્યવસાય ચાલતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. નગરપાલિકા અને સંબંધિત તંત્રના જરૂરી આધાર-પુરાવા વિના સ્પા ચલાવાતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે. બહારના રાજ્યની મહિલાઓને બોલાવી તંત્રને જાણ કર્યા વગર કામગીરી થતી હોવાનો આક્ષેપ છે. હિસાબી રજીસ્ટ્રેશન અને બેંક વ્યવહારોની નોંધ વગર કરચોરી થતી હોવાની પણ ચર્ચા છે. તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.સ્થાનિકોએ આ બાબતે પોલીસને પણ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.






































