અમરેલીમાં કૃષિ વિજ્ઞાન કેંદ્ર ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કેવીકેનાં વડાં ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ તા. ૧૩-૦૮-૨૦૨૬ના રોજ યોજાયો હતો. આ દરમિયાન સર્વે સ્ટાફ તેમજ ઉપસ્થિત બહેનોએ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશભક્તિની શપથ લીધા હતા. ત્યારબાદ દેશભક્તિના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૪ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં તિરંગો લઈને બહેનોએ દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ગુંજવી દીધું હતું.