સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. બાલમંદિર અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી ભાવાંજલિ અર્પી હતી. ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે રંગોળી અને કૂકિંગ સ્પર્ધા યોજાઈ હતી.
જેસર રોડ ગુરુકુળ તેમજ અંગ્રેજી માધ્યમ અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. ૧૫ ઓગસ્ટે શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘રાષ્ટ્રધર્મ એ જ સર્વોપરી ધર્મ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. હરિપ્રસાદ દાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યનું મહત્વ સમજાવ્યું હતું.









































