ખાંભામાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટને દુકાનની અંદર બોલાવી છેડતી કરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ અંગે મહિલાએ રાજુભાઇ અરજણભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ આરોપીને ઓળખતા હોવાથી તેઓ તેમજ તેમના પતિ આરોપીની દુકાને કુર્તિની સિલાઇ તેમજ બ્લાઉઝના કટ પીસ કરાવવા સારું ગયા હતા. તે વખતે આરોપીએ તેમને ઇરાદાપૂર્વક પોતાની દુકાનની અંદર બોલાવી તેમની મરજી વિરુધ્ધ બળજબરીપૂર્વક છાતીના ભાગે ઇરાદાપૂર્વક સ્પર્શ કરી છેડતી કરી હતી. અમરેલી એસસી/એસટી સેલના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.