કોડીનાર શહેરમાં રાત્રિના સમયે ઘરની દીવાલ કૂદી અને દરવાજાનું લોક તોડીને ડાઇનિંગ હોલમાંથી રૂ. ૧૫,૦૦૦ની રોકડ ચોરી થવાનો બનાવ બન્યો હતો. કોડીનાર પોલીસે બાતમીના આધારે ત્વરિત તપાસ હાથ ધરી માળી શેરી વિસ્તારમાંથી શિવા ઉર્ફે શિવમ મનુભાઈ જેઠવાને ઝડપી પાડ્‌યો હતો. પોલીસે તેની પાસેથી ચોરાયેલી રોકડ રકમ તથા બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ આરોપી સામે ગુનાઓ નોંધાયેલા છે.