કલા નગરી ભાવનગરમાં સરદાર નગર સ્થિત મેઘાણી ઓડિટોરિયમ ખાતે ૧૫મી ઓગસ્ટની રાત્રે પત્રકાર એકતા પરિષદના મનોરંજન સેલ દ્વારા ‘દેશભક્તિ ગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું હતું. મૃણાલ શાહના સુંદર સંચાલનમાં સ્થાનિક કલાકારો અને આમંત્રિતો દ્વારા દેશભક્તિ અને સુમધુર ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન અમદાવાદ અને સુરતની મહિલા વિંગની બહેનોએ ત્રિરંગા યુનિફોર્મ અને રાષ્ટ્રધ્વજ સાથે એન્ટ્રી કરી માહોલમાં દેશભક્તિનો રંગ ઉમેર્યો હતો. રામન જોગરાણા, બીનાબેન આહિર, કિરણબેન શુક્લ, કે. કે. ગઢવી અને અતુલભાઈ સગર સહિતના કલાકારોએ પ્રસ્તુતિઓ આપી હતી.
વિશાળ જનમેદની વચ્ચે ઉત્કૃષ્ટ સાઉન્ડ વ્યવસ્થા સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. અંતમાં જિલ્લા અધ્યક્ષ મિલનભાઈ કુવાડિયા, પ્રભારી સંજયભાઈ ડાભી અને અન્ય હોદ્દેદારો દ્વારા તમામ કલાકારોનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું હતું.









































