ગારીયાધારના પાંચટોબરા ગામના યુવક પર લાઠીના મતીરાળા ગામે હુમલો કરાયો હતો. આ બનાવ સંદર્ભે ઘનશ્યામભાઇ દાનાભાઇ ગોહિલે ભરતભાઇ જેસીંગભાઇ ચૌહાણ, હરેશભાઇ ભરતભાઇ ચૌહાણ, ભાવેશભાઇ કાળુભાઇ ચૌહાણ તથા પ્રવીણભાઇ કાળુભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમના કૌટુંબિક ભાઇ તરૂણભાઇ લાધાભાઇ ગોહિલના પત્ની આશાબેન એકાદ વર્ષથી રિસામણે તેમના માવતરે હતા. તેનું મનદુઃખ રાખી ભરતભાઈ જેસીંગભાઈ ચૌહાણે મતીરાળા ગામે લગ્નપ્રસંગમાં તેમના કૌટુંબિક ભાઇ તરૂણભાઇને જોઈ જતાં ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેઓ વચ્ચે પડતાં હરેશભાઈ ચૌહાણે હાથમાં રહેલી છરીનો એક ઘા તેમના માથાના ભાગે મારી દેતાં ત્રણ ટાંકા આવે તેવી ઇજા થઈ હતી.તેમજ સાક્ષી રાહુલભાઇ ગોરધનભાઇ ગોહિલને ભાવેશભાઈ કાળુભાઈ ચૌહાણે હાથમાં રહેલી લાકડીનો એક ઘા જમણા હાથના ખભાના ભાગે મારી દેતાં મૂઢ ઇજા થઈ હતી. આ ઉપરાંત, તેમણે ફરિયાદી તથા સાક્ષીઓને જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને સાક્ષી ઇશ્વરભાઇની ફોરવ્હીલ ગાડીના કાચ તોડી અંદાજે રૂ. ૭,૦૦૦નું નુકસાન કર્યું હતું.બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































