ધારીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૨૭મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. રળિયાતબા ઘર ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ ૮૯ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી ૩૪ દર્દીઓના ટાંકા વગરના મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવી હતી. ડા. અલ્કાબેન વાટુકીયા અને તેમની નર્સિંગ ટીમ દ્વારા મોતિયો, જામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, કીકી અને પડદા સહિતના આંખના વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય, અમરેલી ખાતે લઈ જઈ સારવાર કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન તમામ ૮૯ દર્દીઓના બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની પણ તપાસ કરવામાં આવી હતી. આંખની જાળવણી અને જાગૃતિ માટે ૩ હજાર જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.










































