અમરેલી ખાતે રાજ્યકક્ષાના ભવ્ય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર હોય જેના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા, સુંદરતા અને જાહેર માર્ગો પર સલામતી જળવાઈ રહે તે માટે વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તેમજ સત્તાવાર કાર્યક્રમના રૂટ પર રખડતા ઢોર પકડવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં આશરે ૭૬ જેટલા રખડતા ઢોર પકડી પાડી સુરક્ષિત રીતે સ્થાનિક પાંજરાપોળ ખાતે જમા કરાવવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન શહેરમાં આવતા મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોને અવરજવરમાં અગવડ ન પડે તેમજ ટ્રાફિક અને જાહેર સલામતી જળવાઈ રહે તે માટે આ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.








































