ચિત્તલમાંથી પસાર થતી વંદે ભારત ટ્રેનનો તા. ૧૭-૮ થી રેલ્વે મંત્રી વૈષ્ણવ દ્વારા સ્ટોપ મંજૂર કરવામાં આવ્યો છે. ચિત્તલ અને જસવંતગઢ સહિતના આજુબાજુના ૨૦ જેટલા ગામોમાં હર્ષની હેલી ઉઠી છે. આ સ્ટોપ મંજૂર કરાવવા બદલ સંસદ ભરત સુતરીયા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા તથા સ્થાનિક આગેવાનોનો આભાર માનવામાં આવ્યો છે.આ નિર્ણયથી સોમનાથ દાદાના દર્શને જતા ભક્તો માટે મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે. અમદાવાદ જવા માટે પણ સુપર ક્લાસ સુવિધા મળતા વેપારીઓને મોટો લાભ થશે. આ અંગે ચિત્તલ અને જસવંતગઢના આગેવાનો વિજયભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, લાલજીભાઈ દેસાઈ તેમજ ચિત્તલના સરપંચ અને તાલુકા સદસ્ય સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ દેસાઈ, તાલુકા આગેવાન લક્ષ્મીશંકર તેરૈયા તથા વેપારી મંડળ ચિત્તલ અને તમામ આગેવાનો-વેપારીઓએ સંસદ ભરત સુતરીયા તેમજ ઊર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાનો આભાર વ્યક્ત કર્યો છે. ચિત્તલની જનતાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કુનેહપૂર્વકની નીતિના લીધે ભાજપ સરકારની સાથે સાથે ચિત્તલ ગામના વેપાર અને રોજગારને નવો વેગ મળશે. આ નિર્ણયથી સમગ્ર વિસ્તારના ધાર્મિક અને આર્થિક વિકાસને બળ મળશે.આવતા સોમવારથી શરૂ થનાર વંદે ભારત ટ્રેનને લઈ ચિત્તલના ગ્રામજનો સહિત જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે.