સાવરકુંડલામાં ઘર બહાર પાર્ક કરેલી બાઈકની ચોરી થઈ હતી. આ અંગે શાંતિલાલ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૧) એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ તથા સાહેદની હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ એમ બે બાઈકની રાત્રિના આશરે એક વાગ્યાથી સવારના આશરે સાત વાગ્યા દરમિયાન તેમના તથા સાહેદના ઘર પાસેથી ચોરી થઈ હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.










































