રાજુલાના જૂની કાતર ગામેથી એક બોગસ તબીબ ઝડપાયો હતો. આ અંગે ભેરાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડા. ક્રિષ્નાબેન અતુલભાઈ વ્યાસ (ઉં.વ.૨૪)એ સંજયભાઈ નારણભાઈ મોર (ઉં.વ.૩૯) સામે ફરિયાદ નોંધાવી હતી.આરોપી પોતાની પાસે કોઈ પણ સરકારમાન્ય એલોપેથિક સારવાર કરવા માટેની ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી પૈસા વસૂલ કરતો હતો. આરોપી પાસે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં, એલોપેથિક દવાઓ તથા મેડિકલને લગતી સાધન-સામગ્રીની કુલ ૨૯ વસ્તુઓ (જેની કુલ કિંમત રૂ. ૩૭,૪૩૭)ના મુદ્દામાલ સાથે તે પકડાયો હતો.તે પોતાના આ કૃત્યથી માનવ જિંદગી જોખમાઈ શકે છે તેમ જાણતો હોવા છતાં દર્દીઓને નિદાન અને સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડાં કરતો હતો. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.