ગાઝા યુદ્ધને લઈને ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત સહિત આઠ મુસ્લિમ દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ઇઝરાયલના ચાલુ હુમલાઓની આકરી ટીકા કરી. તેમનું કહેવું છે કે ઇઝરાયલના હુમલાઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાને નબળી પાડી રહ્યા છે, જેનો હેતુ ગાઝા યુદ્ધનો અંત લાવવાનો છે. સંયુક્ત નિવેદન યુએઈ, કતાર, જાર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇજિપ્તના વિદેશ પ્રધાનો દ્વારા જારી કરવામાં આવ્યું હતું.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલની સતત લશ્કરી કાર્યવાહી ગાઝા શાંતિ યોજનાના આગામી તબક્કાને અમલમાં મૂકવાના આંતરરાષ્ટÙીય પ્રયાસોને નબળી પાડી રહી છે, ખાસ કરીને જ્યારે વિવિધ પેલેÂસ્ટનિયન જૂથોએ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલ રોડમેપ સ્વીકારી લીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલની કાર્યવાહી આંતરરાષ્ટÙીય કાયદાની વિરુદ્ધ છે અને મહિનાઓના રાજદ્વારી પ્રયાસોને જાખમમાં મૂકી શકે છે. આ દેશોના મતે, ગાઝામાં ચાલી રહેલ લશ્કરી કાર્યવાહી માત્ર રાજકીય પ્રક્રિયાને પાટા પરથી ઉતારી શકતી નથી પરંતુ હિંસાના નવા રાઉન્ડને પણ ઉત્તેજિત કરી શકે છે અને હાલના માનવતાવાદી સંકટને વધારી શકે છે.
આઠ દેશોએ આરોપ લગાવ્યો કે ગાઝામાં હોસ્પિટલો, આરોગ્ય સુવિધાઓ અને અન્ય નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. નિવેદનમાં મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ આરોગ્ય સુવિધાઓ, તબીબી કર્મચારીઓ અને રાહત કાર્યકરોનું રક્ષણ આવશ્યક છે, અને ગાઝાના દરેક ભાગમાં દવાઓ, તબીબી સહાય અને રાહત પુરવઠાની સલામત અને અવરોધ વિનાની પહોંચ સુનિશ્ચિત કરવી જાઈએ. સંયુક્ત નિવેદનમાં માત્ર ગાઝામાં જ નહીં, પરંતુ પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરુસલેમમાં પણ પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.વિદેશ મંત્રીઓએ બે-રાજ્ય ઉકેલ માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને પેલેÂસ્ટનિયન પ્રદેશોના કોઈપણ જાડાણ અને લોકોના બળજબરીથી વિસ્થાપનનો વિરોધ કર્યો. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજનાના અમલીકરણની આસપાસ અનિશ્ચિતતા છે. આ યોજના હેઠળ, હમાસે તેના શ†ો સોંપી દેવાનું હતું, અને બદલામાં, ઇઝરાયલે લશ્કરી કાર્યવાહી બંધ કરવી હતી અને ધીમે ધીમે ગાઝામાંથી તેના દળો પાછા ખેંચવા હતા.
જાકે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે તેના શ†ો સોંપી ન દે ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પાછી નહીં હટે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એક ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઇઝરાયલે તેનો સ્વીકાર કર્યો ન હતો. નેતન્યાહૂએ કહ્યું, “ટ્રમ્પ વહીવટીતંત્રે અમને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો. અમે તેની સાથે સહમત ન હતા કારણ કે તે અમારો ડ્રાફ્ટ નહોતો. અમે અમારી ટિપ્પણીઓ મોકલી છે. અમે અમારા હિતો પર મજબૂત અને સમજદારીપૂર્વક ઊભા છીએ.”



































