સાવરકુંડલામાં રત્ન કલાકાર સાથે બોલાચાલી કરી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે હિંમતભાઇ વલ્લભભાઇ ઉનાવા (ઉ.વ.૪૦)એ રવી રાઠોડ તથા બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ જેસર રોડે ચાલીને તેના ઘરે જતા હતા તે દરમ્યાન સ્મશાન પાસે પહોચતા રવી રાઠોડ તથા અજાણ્યો ઇસમ ઇક્કો ફોરવ્હીલ ગાડી લઇને પાછળથી આવ્યા હતા અને હોર્ન માર્યો હતો. જે બાદ તેમની બાજુમાં ગાડી ઉભી રાખીને સાઇડમાં ચાલવા બાબતે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. રવી રાઠોડે ફોરવ્હીલ ગાડીમાંથી લોખંડનો પાઇપ લઇ તેમને જમણા હાથે એક ઘા માર્યો હતો. તેમજ મોઢા ઉપર જમણા ભાગે એક ઘા મારી સાત ટાંકા આવે તેવી ઇજા પહોચાડી હતી. તેમજ અજાણ્યો ઇસમ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































