બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા ‘ઉઠો જગત કે વાસ્તે’ અને ‘૧૦ કરોડ નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા મહા અભિયાન’ અંતર્ગત વિવિધ શાળાઓના ૧૧૫૧ યુવા વિદ્યાર્થીઓએ નશામુક્તિ અને ઉત્તમ ચારિત્ર્ય નિર્માણના શપથ લીધા. આ કાર્યક્રમમાં બાબાપુર, જાળિયા, વડેરા, મોટા આંકડીયા અને માંગવાપાળના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવી આત્મવિશ્વાસ સભર કરવાનો તથા નશાથી દૂર રાખવાનો છે. બ્ર.કુ. કિંજલબેને ફેશનની દોડ અને મોબાઈલની ગુલામીમાંથી મુક્ત થઈ ચારિત્ર્ય નિર્માણ પર ભાર મૂક્યો હતો, જ્યારે બ્ર.કુ. મિતાલીબેને નિયમિત રાજયોગ, ધ્યાન અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. સર્વોદય આશ્રમના સંચાલિકા મંદાકીનીબેન પુરોહીતે પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર આયોજન બ્ર.કુ. ગીતાબેનના માર્ગદર્શન હેઠળ યોજાયું હોવાનું બ્ર.કુ. આઈ.પી. બારડની યાદી જણાવે છે.