વડિયાના માયાપાદર ગામે બાંભણીયા ગામ તરફ જવાના રોડ તરફ અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. રહેમભાઇ કિશનભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ મરણજનાર બાંભણીયા રોડ પર બકરા ચરાવતો હતો તે દરમ્યાન એક અજાણ્યા કાર ચાલકે આવી ટક્કર મારતાં માથાના ભાગે તથા બંને પગે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો.






































