કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બી.કોમ. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ કોલેજ પ્રાંગણમાં વિવિધ છોડ વાવ્યા હતા. અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી વૃક્ષોનું નિયમિત જતન કરવાની વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ.બી. ગોરવાડિયા, ડો. એ.જી. પટેલ અને પ્રાધ્યાપકોએ આયોજન સંભાળ્યું હતું. વસંતભાઈ ગજેરા સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.










































