અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઈ એન.જી. સાપરાની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે લીલીયા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના નેગોશિયેબલ એક્ટ કલમ ૧૩૮ મુજબના કેસમાં બે વર્ષની સજા પામેલ ફરાર મહિલા આરોપી ભારતીબેન મુકેશભાઈ શેખા (ઉં.વ. ૩૩, રહે. પીપળલગ) ને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહિલાએ લીલીયા સેવા સહકારી શરાફી મંડળીમાંથી રૂ. ૪૮,૨૫૨ ની લોન મેળવી હતી. લોનના હપ્તા ભરપાઈ ન કરતા તેમની સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી અર્થે અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવ્યા છે.







































