વડિયા તાલુકાના તોરી ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગામના સરપંચ પરેશ વિનોદરાય કોટડિયા પર તાલુકા પંચાયત પ્રમુખ પતિએ જીવલેણ હુમલો કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના સરપંચ સાથે જાહેરમાં મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી તેવી રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ ઘટનાના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. આવેદનપત્રમાં આરોપી તાલુકા પંચાયત પ્રમુખ પતિ સામે બી.એન.એસ.ની કલમ મુજબ ગુનો નોંધવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આમ, સરપંચ પર હુમલો થતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે.







































