ઈરાને બ્રિટન પર હુમલો કરવાની ધમકી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું છે કે બ્રિટને અમેરિકાથી અંતર જાળવી રાખવું જાઈએ. અમેરિકા સાથે જાડાણ કરીને, તે આપણી મિસાઈલોનું નિશાન બની શકે છે.આઇઆરજીસીનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા અને ચીનને તેહરાનને ટેકો ન આપવાની ચેતવણી આપતી ટિપ્પણી પછી આવ્યું છે. નવીનતમ ઘટનાક્રમ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિશ્વના અન્ય ભાગોમાં ફેલાતા ભયને વધારે છે.ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા આઇઆરઆઇબી અનુસાર,આઇઆરજીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે જા બ્રિટન યુદ્ધમાં અમેરિકાને ટેકો આપશે, તો તે અમારા માટે એક નિશ્ચિત અને કાયદેસર લક્ષ્ય બનશે. પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે વારંવાર અમારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. જા બ્રિટન, ગલ્ફ દેશો અથવા અન્ય કોઈ દેશ સંઘર્ષમાં અમેરિકાને ટેકો આપશે, તો અમે તેમને નિશાન બનાવીશું.આઇઆરજીસીએ બ્રિટિશ એરફિલ્ડનો ઉપયોગ કરતા યુએસ બોમ્બર્સના અહેવાલોના જવાબમાં આ નિવેદન જારી કર્યું છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને રશિયાને ઈરાન યુદ્ધથી દૂર રહેવા ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માનતા નથી કે ચીન કે રશિયા ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ભાગ લઈ રહ્યા છે, પરંતુ જા તેઓ આમ કરે છે, તો તે તેમના માટે ખૂબ જ ખરાબ હશે. ઈરાનમાં તેમના દ્વારા કોઈપણ દખલગીરીના ગંભીર પરિણામો આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ પર લખ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શીએ તેમને બેઇજિંગમાં કહ્યું હતું કે તેઓ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને ક્યારેય શસ્ત્ર પૂરા પાડશે નહીં. ટ્રમ્પે રશિયા વિશે પણ આવો જ દાવો કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને પણ ઈરાનને શસ્ત્ર નહીં વેચવાનું વચન આપ્યું હતું, અને આ વચન તોડવું તેમના માટે નુકસાનકારક રહેશે.અમેરિકન સૈન્યએ છેલ્લા બે અઠવાડિયામાં ઈરાનમાં સતત હુમલા કર્યા છે. ઈરાને ખાડી દેશોમાં મિસાઈલ અને ડ્રોન પણ છોડ્યા છે. ઈરાને ખાડી દેશોમાં યુએસ લશ્કરી થાણાઓ અને અન્ય લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિક અવરોધિત છે, અને હૂતીઓએ લાલ સમુદ્રમાં હુમલા શરૂ કર્યા છે.યુએસ-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં યુદ્ધ શરૂ થયું હતું, જેની અસર પહેલાથી જ વિશ્વના મોટા ભાગ પર પડી ચૂકી છે. ખાડી દેશો સીધી અસરગ્રસ્ત છે, જ્યારે તેલ વેપારમાં વિક્ષેપની પરોક્ષ અસર ઘણા અન્ય દેશો પર પડી છે. જા સંઘર્ષ ચીન, રશિયા અથવા બ્રિટન સુધી ફેલાય છે, તો યુદ્ધ ખૂબ જ ખતરનાક વળાંક લઈ શકે છે.