શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં એક મહિનાની અંદર સીઈઓ હોવાની અપેક્ષા છે. આ પદ માટે ૫,૦૦૦ થી વધુ લોકોએ અરજી કરી છે. અરજદારોએ હવે ૨૫ જુલાઈ સુધીમાં ગુગલ ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મમાં ૩૨ પ્રશ્નો છે. ફોર્મમાં તમારું નામ, સરનામું, ઉંમર, વ્યવસાય અને કાર્ય અનુભવ તેમજ તમે શ્રદ્ધાળુ હિન્દુ છો કે નહીં તે પૂછવામાં આવે છે.સીઇઓ પદ માટેના અરજી ફોર્મમાં એ પણ પૂછવામાં આવે છે કે શું તમે કોઈ મેગા-ઇવેન્ટનું આયોજન કર્યું છે. જા એમ હોય, તો મેગા-ઇવેન્ટમાં કેટલા લોકો હાજર રહ્યા હતા? શું તમે કોઈ સામાજિક કે ધાર્મિક સંગઠનો કે મંદિરો સાથે સંકળાયેલા છો? તમે કેટલા વર્ષોથી કોઈ સામાજિક કે ધાર્મિક સંગઠન કે મંદિરનું સંચાલન કર્યું છે? તમે જે સામાજિક કે ધાર્મિક સંગઠન કે મંદિરનું સંચાલન કર્યું તેનું કદ કેટલું હતું? તે ધાર્મિક સંગઠનો કે મંદિરોના નામ અને તમારી જવાબદારીઓ જણાવો. ફોર્મમાં તમારા વ્યાવસાયિક, સામાજિક અને મંદિર-સંબંધિત અનુભવને ચકાસવા માટે ઓછામાં ઓછા બે અગ્રણી વ્યÂક્તઓના નામ, હોદ્દા અને સંપર્ક વિગતો પણ પૂછવામાં આવે છે.ફોર્મમાં તમારા નેતૃત્વ હેઠળ કેટલા કર્મચારીઓએ કામ કર્યું છે તે પણ પૂછવામાં આવે છે? તમને કયા પુરસ્કારો અને ઇનામો મળ્યા છે? શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે વિઝન, યોજનાઓ અને સૂચનો પણ પૂછવામાં આવે છે. ફોર્મ સાથે એક ઝ્રફ જાડવો આવશ્યક છે અને બે સંદર્ભો આપવા આવશ્યક છે.
ટ્રસ્ટે મંદિરના સીઇઓની પસંદગી માટે ત્રણ સભ્યોની પસંદગી સમિતિની રચના કરી છે. તેમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવરેનો સમાવેશ થાય છે. પસંદગી સમિતિએ ૧૩ જુલાઈના રોજ સીઆઇઓ પદ માટે અરજીઓ મંગાવી હતી. અરજીઓ માટેની છેલ્લી તારીખ ૧૮ જુલાઈ હતી.માહિતી અનુસાર, પસંદગી ચોક્કસ શૈક્ષણિક લાયકાત કરતાં ઉમેદવારના એકંદર વ્યક્તિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટ્રસ્ટ માને છે કે વ્યક્તિ એક સારો મેનેજર, સક્ષમ વહીવટકર્તા અને નમ્ર હોવો જાઈએ, તેમજ સારી શૈક્ષણિક લાયકાત અને સંબંધિત અનુભવ ધરાવતો હોવો જાઈએ. હિન્દી અને અંગ્રેજી બંનેમાં વાતચીત કૌશલ્ય આવશ્યક છે. સમિતિએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ ભૌગોલિક પસંદગીઓ રહેશે નહીં. ભારતીય નાગરિકત્વ એકમાત્ર પાત્રતા માપદંડ હશે.