દિલ્હી હાઈકોર્ટે પ્રદર્શનકારીઓ સામે ક્રૂર હિંસાના કેસોમાં જવાબ માંગવા માટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. દિલ્હી હાઈકોર્ટે સીસીટીવી , બોડીકેમ ફૂટેજ અને અન્ય રેકોર્ડ સાચવવાનો નિર્દેશ આપ્યો છે.દિલ્હી હાઈકોર્ટે ભારત સરકારના કાનૂની અધિકારી, એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) રાજુને પૂછ્યું, “તમે કેવી રીતે કહી શકો છો કે આ અરજી પ્રચાર માટે દાખલ કરવામાં આવી છે? જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઉપલબ્ધ છે અને આટલી મોટી સંખ્યામાં લોકો સામેલ છે, તો તમે કેવી રીતે કહી શકો છો કે લોકોએ અલગ અલગ એફઆઈઆર દાખલ કરવી જાઈએ?”સરકારે હાઈકોર્ટને કહ્યું, “કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નો વિરોધ શાંતિપૂર્ણ નહોતો. કેટલાક વિરોધીઓએ હિંસાનો આશરો લીધો હતો. આ અરજીઓ પ્રસિદ્ધિ મેળવવા માટે દાખલ કરવામાં આવી છે.” એએસજીએ હાઈકોર્ટને કહ્યું, “હુમલાનો આરોપીઓએ કોઈ એફઆઈઆર કે અરજી દાખલ કરી નથી.”દિલ્હી હાઈકોર્ટે ચાર અઠવાડિયામાં નોટિસનો જવાબ માંગ્યો છે. ત્યારબાદ, હાઈકોર્ટે અરજદારને પોતાનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૧૧ સપ્ટેમ્બરે થશે.
દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર નોટિસ જારી કરી છે અને કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ બંનેને નોટિસ જારી કરી છે.કોકરોચ જનતા પાર્ટીએ ૨૦ જુલાઈના રોજ સંસદ માર્ચનું આયોજન કર્યું હતું. હજારો વિરોધીઓ જંતર-મંતર, સંસદ ભવન અને કનોટ પ્લેસ પાસે એકઠા થયા હતા. આ સમયે વિરોધ હિંસક બન્યો હતો. સંસદ માર્ગ નજીક અનેક સ્તરોના બેરિકેડ દ્વારા વિરોધીઓને રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ, પોલીસે વિરોધીઓને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો આશરો લીધો હતો. ઘટનાના અનેક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.







































