યુએસ સ્થિત અધિકાર જૂથ હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સના કાર્યકરોએ નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં નવી દિલ્હીમાં અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં ન્યુ યોર્ક અને સેન જાસમાં પ્રદર્શનો કર્યા. કાર્યકરો ન્યુ યોર્ક સિટી અને સેન જાસમાં યુનિયન સ્ક્વેરમાં મહાત્મા ગાંધી પ્રતિમા પાસે એકઠા થયા હતા, જેમાં સોનમ વાંગચુકના સમર્થનમાં બેનરો અને પ્લેકાર્ડ હતા.પ્રદર્શકોએ ભારત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, સંગઠને જણાવ્યું હતું કે લંડનમાં ભારતીય હાઇ કમિશન અને ડબલિનમાં ભારતીય દૂતાવાસની બહાર સમાન વિરોધ પ્રદર્શનો થયા હતા. સંગઠને કહ્યું કે ન્યુ યોર્ક, લંડન, સેન જાસ કે ડબલિનમાં, ભારતીય વિદ્યાર્થીઓને આદર અને ન્યાયી વર્તન મળવું જાઈએ તે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.સંગઠન અનુસાર, ભારતના યુવાનો પ્રામાણિક જવાબો અને આત્મવિશ્વાસપૂર્ણ ભવિષ્યના હકદાર છે. ભારતીય નાગરિકોને ખુલ્લા સંવાદ અને સુધારાની જરૂર છે. હવે ભારત સરકાર માટે તેની જવાબદારી સ્વીકારવાનો સમય છે. અગાઉ, સંગઠને નીટ પરીક્ષા કૌભાંડ સામે ભૂખ હડતાળ પર રહેલા વાંગચુક અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે ભારત સરકારને અપીલ કરી હતી.
ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ઉપવાસ કર્યા પછી વાંગચુકની તબિયત બગડી. ત્યારબાદ દિલ્હી પોલીસે તેમને જંતર-મંતર પરથી હટાવ્યા અને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયા. દિલ્હી હાઈકોર્ટના આદેશને પગલે, તેમને હવે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, વિરોધ પક્ષોએ “કોકરોચ જનતા પાર્ટી” ને ટેકો આપ્યો છે અને દિલ્હીમાં સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા છે.






































