ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા દરમિયાન આ વર્ષે પ્રથમ વખત ભક્તોને નવી સુવિધા મળશે. મંગળા આરતી સમયે ભારે ભીડના કારણે મંદિરમાં પ્રવેશ ન મેળવી શકતા ભક્તો માટે શહેર પોલીસ દ્વારા જગન્નાથ મંદિર -આસપાસ ચાર વિશાળ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે, ઉપરાંત સમગ્ર ૧૬ કિલોમીટર લાંબી રથયાત્રાનું દિવસભર જીવંત પ્રસારણ (લાઇવ ટેલિકાસ્ટ) પણ કરવામાં આવશે.
શહેર પોલીસ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેની ચર્ચા બાદ લેવાયેલા આ સુધીની સમગ્ર યાત્રા ઘેરબેઠાં નિહાળી શકાશે. આ માટે દૂરદર્શન સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. નિર્ણયનો હેતુ વધુમાં વધુ ભક્તોને ભગવાન જગન્નાથનાં દર્શન કરાવવાનો છે. લાઇવ ટેલિકાસ્ટ દ્વારા મંદિરથી ઃ સરસપુર સુધી અને ત્યાંથી પરત મંદિર. શહેર પોલીસના જણાવ્યા મુજબ બે એલઈડી સ્ક્રીન મંદિર સામે આવેલી પાણીની ટાંકી પાસે અને બાકીની બે એએમસી વોટર પમ્પિગ સ્ટેશન તેમજ એસટી બસ સ્ટેન્ડ તરફના ફ્લાયઓવર નજીક મૂકવામાં આવશે.આ ઉપરાંત પોલીસ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર રથયાત્રા કયા વિસ્તારમાં પહોંચી, કયા માર્ગ પરથી પસાર થઈ રહી છે અને અન્ય જરૂરી માહિતી અંગે રિયલ ટાઇમ અપડેટ્સ પણ આપશે. રથયાત્રાના પગલે શહેરમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ થવાના હોવાથી અમદાવાદ એરપોર્ટે મુસાફરોને એરપોર્ટ માટે સમય કરતાં વહેલા નીકળવાની સલાહ આપી છે. સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે રથયાત્રામાં સામેલ ૧૦૧ ટેબ્લોની પૂર્વ તપાસ કરવાની જવાબદારી પણ પોલીસના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રથયાત્રામાં સામેલ થનારી ૧૦૧ ટેબ્લોની પૂર્વ તપાસ કરવાની જવાબદારી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે. આમ, આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રામાં પરંપરાગત ભક્તિ સાથે આધુનિક ટેક્નોલોજી, લાઇવ ટેલિકાસ્ટ, ન્ઈડ્ઢ સ્ક્રીન, સોશિયલ મીડિયા અપડેટ્સ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનો અનોખો સમન્વય જાવા મળશે, જે લાખો ભક્તો માટે યાદગાર અને સુવ્યવસ્થિત અનુભવ સાબિત થશે.





































