મે. IGP સાહેબ (ભાવનગર રેન્જ) તથા મે. પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની સૂચના અનુસાર, પોલીસ હેડક્વાર્ટર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં LCB અને SOG ટીમ તેમજ અમરેલી સિટી, અમરેલી તાલુકા અને વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા. આ અંતર્ગત સંબંધિત પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હિસ્ટ્રીશીટર (HS), મોનિટરિંગ સેલ રેકોર્ડ (MCR) ધરાવતા ઈસમો, બુટલેગરો તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. આગામી રથયાત્રા તથા અન્ય તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તમામની હાલની પ્રવૃત્તિઓ અંગે સઘન પૂછપરછ કરાઈ હતી. સાથે જ તમામને કોઈપણ પ્રકારની અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.









































