શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજુલાની શ્રી કુમારશાળા નં. ૧ માં ખાનગી શાળાઓમાંથી અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં બદલીથી આવેલા આચાર્ય હિરલબેન ઠાકરના નેતૃત્વ અને સ્ટાફના ઉત્તમ કાર્યથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૪ થી વધીને ૩૦૦ સુધી પહોંચી છે. શિક્ષકોના ઘર-ઘર સંપર્ક અને પ્રવેશ અભિયાનથી ૨૦૦ થી વધુ નવા બાળકો જોડાયા છે.શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, વિજ્ઞાન લેબ, યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત મફત પાઠ્‌યપુસ્તકો, ગણવેશ, મધ્યાહ્ન ભોજન, શિષ્યવૃત્તિ અને સીસીટીવી સુરક્ષા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વાલીઓએ શાળાના ઉત્તમ વાતાવરણ અને સુરક્ષાને બિરદાવી છે, જ્યારે આચાર્યએ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ તકો પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.