ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરતા, પીએમ મોદીએ કહ્યું, “આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવાનો લહાવો મળ્યો. હું નમ્ર અને કૃતજ્ઞ હૃદયથી ઇન્ડોનેશિયન લોકોના અસંખ્ય ભારતીયો પ્રત્યેના સ્નેહને સ્વીકારું છું.” તેમણે કહ્યું, “આજે સવારે રાષ્ટ્રપતિ પ્રબોવોએ કાપિરાઇટ વિશે વાત કરી. પ્રેમ, સ્નેહ, મિત્રતા અથવા પરસ્પર આદરની આ લાગણી પર કોઈ કાપિરાઇટ હોઈ શકે નહીં. રાષ્ટ્રપતિ પ્રબોવો સાથેની મારી મિત્રતા બધી કાપિરાઇટ સીમાઓ પાર કરે છે.
પોતાના સંબોધનની શરૂઆત કરતાં તેમણે કહ્યું, “તમારી વચ્ચે હોવું મારા માટે એક મહાન સૌભાગ્યની વાત છે. ૧.૪ અબજ ભારતીયોના પ્રતિનિધિ તરીકે, લોકશાહીની માતાના ભાગ્યશાળી નાગરિક તરીકે, હું બધા ભારતીયો વતી તમને મારી શુભકામનાઓ પાઠવું છું. ઇન્ડોનેશિયાના લોકો, અહીંના સુંદર બાળકો, યુવાનો અને મહિલાઓએ આજના દિવસને મારા જીવનનો સૌથી યાદગાર દિવસ બનાવી દીધો છે.”
વડાપ્રધાને વધુમાં કહ્યું, “આજે સવારે ઇન્ડોનેશિયાના લોકોએ મને જે પ્રેમ અને સ્વાગત બતાવ્યું છે તે હું ક્્યારેય ભૂલીશ નહીં. ભારત અને ઇન્ડોનેશિયા એક સામાન્ય સમુદ્ર અને ઇતિહાસ ધરાવે છે. રામાયણ, મહાભારત અને નાલંદા આપણને જાડે છે. ભારત, ઇન્ડોનેશિયા અને હિંદ મહાસાગર… આ નામો આપણને બાંધતા ઊંડા બંધનોને પ્રતિબિંબિત કરે છે.”
પીએમ મોદીએ કહ્યું, “ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે, લોકશાહીની માતા છે, અને ઇન્ડોનેશિયા વિશ્વનું ત્રીજું સૌથી મોટું લોકશાહી છે. ભારતમાં સેંકડો ભાષાઓ અને અસંખ્ય પરંપરાઓ છે, અને ઇન્ડોનેશિયામાં પણ સેંકડો ભાષાઓ અને અસંખ્ય પરંપરાઓ છે. ભારતમાં વસુધૈવ કુટુમ્બકમનો મંત્ર છે, જ્યારે ઇન્ડોનેશિયામાં ભિન્નેક તુંગલ એકનો વિચાર છે.” આપણે બંનેએ આ વિવિધતાને આપણા લોકશાહીમાં આપણી એકતાનો પાયો બનાવ્યો છે.
તેમણે કહ્યું, “આજે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. છેલ્લા દાયકામાં ૨૫૦ મિલિયનથી વધુ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જ કારણ છે કે, જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા એક સાથે ઉભા રહે છે, ત્યારે લોકશાહી તકો ઉભી કરે છે તે વિશ્વની માન્યતા વધુ મજબૂત બને છે.”
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “આપણે વિશ્વના સૌથી યુવા સમાજામાંના એક છીએ. આપણે બંને નોંધપાત્ર દરિયાઈ શÂક્ત ધરાવીએ છીએ. આપણે ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ છીએ. આપણે પ્રાચીન સભ્યતાઓ અને ભવિષ્ય માટે કુદરતી ભાગીદારો છીએ. ગયા વર્ષે, આપણા બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર લગભગ ઇં૨૫ બિલિયન સુધી પહોંચ્યો હતો. ઇન્ડોનેશિયામાં ૧૦૦ થી વધુ ભારતીય કંપનીઓ કાર્યરત છે. આપણે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ, પરંતુ આપણા માટે હજુ પણ અપાર તકો છે.”







































