ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો. (ડા.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમરેલી દ્વારા સુડાવડ ગામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા અને તેના પ્રચાર-પ્રસારના હેતુથી આયોજિત કાર્યક્રમમાં ૫૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આચાર્ય ડા. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તાલીમમાં વરસાદ આધારિત ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટેની પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ડા. કે. વી. મસાલીયા, કુ. આર. એચ. વઘાસિયા, બી. એમ. મોદી અને કુ. યુ. એન. ડોડીયાએ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા અને આચ્છાદન જેવા પ્રાકૃતિક ખેતીના આધારસ્તંભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.










































