રાજ્ય સરકારની જનકેન્દ્રિત યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી લાઠી અને બાબરા શહેર ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ઉપસ્થિત રહી વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લીધી અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. શિબિરમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, આરોગ્ય યોજનાઓ, સામાજિક સુરક્ષા પેન્શન, ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ અરજીઓ સ્વીકારી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ યોજનાઓનો લાભ મેળવવા અરજીઓ કરી હતી. ઉપસ્થિત લોકોએ સરકારની આ પહેલને આવકારી હતી અને એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થતાં સમય તથા ખર્ચની બચત થતી હોવાનું જણાવ્યું હતું.






































