લીલીયામાં કુલ બાર સ્થળોએ કાંઠાગોરમાની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં રાજેશ્વર મહાદેવ મંદિરે સૌથી વધુ સંખ્યામાં બહેનોએ શ્રદ્ધાભાવ સાથે ભાગ લીધો હતો. સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ ભગવાનના આશીર્વાદથી પવિત્ર માસ સુખરૂપે અને નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો. તમામ બહેનોએ હળીમળીને ભક્તિ અને આનંદનો અનોખો માહોલ સર્જ્યો હતો.






































