ધારી તાલુકાના દુધાળા ગામમાં ગેરકાયદેસર અને લાયસન્સ વગર ઘાતક હથિયાર રાખવા તેમજ તેનો ઉપયોગ કરવા બદલ
પોલીસે એક યુવક સામે લાલઆંખ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દુધાળા ગામના રઝાકભાઇ વલીભાઇ મકરાણી (ઉ.વ.૪૪) કોઈ પણ પ્રકારના કાયદેસરના પરવાના કે લાયસન્સ વગર પોતાની પાસે દેશી હાથ બનાવટની જામગીરી બંદૂક (અગ્નિ શસ્ત્ર) રાખી, તેના વડે ફાયરિંગ
કરતા ઝડપાયા હતા.
આ મામલે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ.વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.