રાજ્યમાં રેપિડો, ઓલા, ઉબેર સહિતની એપ આધારિત પÂબ્લક ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ખાનગી વાહનોના વ્યાપારી ઉપયોગના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. ઓટોરિક્ષા ચાલક એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે રાજ્ય સરકાર પાસે એક સપ્તાહની અંદર સ્પષ્ટ જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે ડોમેસ્ટીક અથવા ખાનગી નોંધણી ધરાવતા વાહનોનો કોમર્શિયલ ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને તેની સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે નોંધ્યું હતું કે જા ખાનગી વાહનોનો વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો હોય તો તે માત્ર કાયદાના ભંગ સમાન નથી, પરંતુ રાજ્ય સરકારને આવકના રૂપમાં થતું આર્થિક નુકસાન પણ છે.
અરજદાર પક્ષે દલીલ કરી હતી કે ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓ મારફતે અનેક ખાનગી વાહનો વ્યાપારી હેતુ માટે દોડાવવામાં આવી રહ્યા છે, પરંતુ સંબંધિત વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નિયમોનું પાલન કરતા ઓટોરિક્ષા અને કોમર્શિયલ વાહનચાલકોને સીધી અસર પહોંચી રહી છે.
વકીલે વધુમાં દલીલ કરી હતી કે જા કોઈ વ્યક્તિ પોતાના વાહનનો વ્યાપારી ઉપયોગ કરવા માંગે તો સૌપ્રથમ તેને ખાનગી વાહનને કોમર્શિયલ કેટેગરીમાં રૂપાંતરિત કરવું જાઈએ અને ત્યારબાદ જ આવી સેવાઓ આપવા મંજૂરી હોવી જાઈએ. નિયમોના ઉલ્લંઘનથી સરકારને આવકનું નુકસાન થાય છે અને કાયદેસર પરમિટ ધરાવતા વાહનચાલકો સાથે અન્યાય થાય છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અંગે ટકોર પણ કરી હતી અને ખાનગી વાહનોના વ્યાપારી ઉપયોગ સામે રાજ્યનું વલણ શું છે તે અંગે વિગતવાર જવાબ માંગ્યો છે.
આ સમગ્ર મામલે હવે આગામી સુનાવણી ૨૩ જૂનના રોજ હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર જવાબ બાદ હાઇકોર્ટ આ મુદ્દે વધુ મહત્વપૂર્ણ દિશાનિર્દેશ આપી શકે છે.










































