બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ગ્રામ પંચાયત દ્વારા જુદી-જુદી ગ્રાન્ટ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ૧૧ લાખના ખર્ચે ગામના બસ સ્ટેન્ડથી મેઈન બજાર થઈ આંબલી ચોક સુધીના આર.સી.સી. રોડનું કામ સફળતાપૂર્વક પૂરું કરાયું છે.સરપંચ સત્યજીતભાઈ વાળા, ઉપસરપંચ જે.બી. ચાવડા અને ગ્રામ પંચાયતના સદસ્યોની સીધી દેખરેખ હેઠળ ગામમાં પેવર બ્લોક અને સી.સી. રોડ જેવા અનેક પ્રગતિશીલ કાર્યો હાથ ધરાયા છે. ગામના અગ્રણીઓના સહયોગથી થયેલા આ પ્રજાલક્ષી કાર્યોને કારણે સ્થાનિક જનતામાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે