શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિર્મિત પીકઅપ બસ સ્ટેન્ડ, આધુનિક ગાર્ડન તેમજ સી.સી. રોડ સહિતના સુવિધાસભર જનહિતના કાર્યો પ્રજાને સમર્પિત કરાયા હતા.આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ લાઠી-દામનગર વિસ્તારના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, જ્યારે સાંસદ ભરતભાઈ સુતરિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતની પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં દામનગર નગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









































