ગોઢાવદર ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં ‘જન કલ્યાણ શિબિર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા અને ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ અંતર્ગત ‘વિકસિત ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ શિબિર યોજાઈ હતી.આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ અધિકારીઓને પ્રોએક્ટિવ થઈને કામગીરી કરવા સૂચના આપી હતી. આ શિબિરમાં ગોઢાવદર અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મામલતદાર એચ.બી. વાડા, તાલુકા વિકાસ અધિકારી વી.એન. ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.









































