શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ “ડૂબતું જહાજ” નથી, અને જે નેતાઓએ અગાઉ અલગ પક્ષો બનાવવા માટે પાર્ટી છોડી દીધી હતી તેઓએ હવે એક થવું જાઈએ અને પાર્ટીને મજબૂત બનાવવી જોઈએ. તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારને પણ આ દિશામાં પહેલ કરવાની અપીલ કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક દિવસ પહેલા કોંગ્રેસને “ડૂબતું વહાણ” ગણાવ્યાના જવાબમાં આ નિવેદન આવ્યું છે.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે ભાજપની રાજનીતિનો સામનો કરવા માટે બધા વિપક્ષી પક્ષોએ એક થવું જાઈએ. તેમણે કહ્યું, “જો આપણે ખરેખર ભાજપની વિકૃત રાજનીતિ સામે લડવા માંગતા હોઈએ તો બધાએ એક થવું જોઈએ. કોંગ્રેસ પાર્ટી મજબૂત બનવી જાઈએ. કોંગ્રેસ છોડી ગયેલા બધા નેતાઓએ પહેલા એક થવું જાઈએ. જા વરિષ્ઠ નેતા શરદ પવાર પહેલ કરે તો આ શકય બની શકે છે.” અમે એક પ્રાદેશિક પક્ષ છીએ અને અમે તમારી સાથે ઉભા રહીશું.
શિવસેના (યુબીટી) ના પ્રવક્તાએ કહ્યું, “આજે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસથી ડરે છે. કોંગ્રેસ ક્યારેય ડૂબતું વહાણ નહોતું.” તેમણે એમ પણ કહ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં, તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) જેવા પક્ષોને કોંગ્રેસ સાથે મળીને તેને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતું. ભાજપ પર નિશાન સાધતા રાઉતે કહ્યું, “મને ભાજપે ખરેખર કરેલા કામનો એક ટકા પણ બતાવો. તેઓ ન તો સ્વતંત્રતા સંગ્રામનો ભાગ હતા કે ન તો તેઓએ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ આ ચળવળો દરમિયાન ક્યાય હાજર હતા. આ લોકો કાયર છે.”
સંજય રાઉતે ‘ઓપરેશન ટાઇગર’ પર પણ વાત કરી. ‘ઓપરેશન ટાઇગર’ વિશે ચાલી રહેલી ચર્ચાઓ અને શિવસેના (યુબીટી) સાંસદોમાં કથિત અસંતોષ અંગે રાઉતે કહ્યું, “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન ટાઇગર સો વખત શરૂ કર્યું છે. રાજકીય પક્ષો અને તેમના નેતાઓને તોડવું એ લોકશાહીમાં વિકૃત માનસિકતાની નિશાની છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન ભાજપ નેતૃત્વ હેઠળ આ વલણ ચરમસીમાએ પહોંચ્યું છે, પરંતુ એક દિવસ તેનો અંત આવશે અને દેશ અને રાજ્ય બંનેમાં તેની વિરુદ્ધ બળવો થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતા રાઉતે કહ્યું, “મેં રાજકારણમાં ક્યારેય ‘અઘોરી’ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ક્રૂર વ્યક્તિ જોયો નથી. મોદી એ જ ભૂમિમાંથી આવે છે જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. આ દેશના રાજકારણમાં આટલો ‘અઘોરી’ વ્યક્તિ ક્યારેય જન્મ્યો નથી. આ દેશે જવાહરલાલ નેહરુ, ઇન્દીરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રો, પીવી નરસિંહ રાવ, રાજીવ ગાંધી, બાબા સાહેબ આંબેડકર અને બાળાસાહેબ ઠાકરે જેવા ઘણા મહાન નેતાઓને જન્મ આપ્યો છે.”
રાઉતે નિષ્કર્ષ કાઢ્યો, “પરંતુ જ્યારે આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર વ્યક્તિત્વ પર નજર કરીએ છીએ, ત્યારે તે ડર પેદા કરે છે. આવી વ્યક્તિ ક્યાંથી આવી? તે એ જ ભૂમિમાંથી આવે છે જ્યાં ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. શું ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો ન હતો?’ વિવિધ સંસ્થાઓ પર નિશાન સાધતા રાઉતે કહ્યું, “કેન્દ્રીય ગૃહમંત્રી રાષ્ટિય સુરક્ષા સિવાય અન્ય બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એવું લાગે છે કે ન્યાયાધીશો લંડન પિકનિક પર જાય છે. ચૂંટણી પંચ ભાજપના એજન્ટની જેમ કામ કરે છે.”








































