બગસરા તાલુકાના ઘંટીયાણા ગામે ગુરુવારની મોડી રાત્રે સિંહણ દ્વારા પરપ્રાંતિય બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી કે જ્યાં સુધી જવાબદાર વન અધિકારી સામે ફરિયાદ નોંધાવવામાં નહીં આવે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સ્વીકારશે નહીં તેથી હજુ પણ બાળકનો મૃતદેહ પરિવારજનો એ ન સ્વીકાર્યો હોવાની માહિતી મળી છે. ખેડૂતોએ રોષ જણાવ્યું હતું કે વન વિભાગ ખાત્રી આપે જો આવનારા સમયમાં કોઈ માનવ જીવ વન્ય પ્રાણીનો શિકાર ન બને અને કોઈ ખેડૂતના ખેતરમાં વન્ય પ્રાણીનું આકસ્મિક મોત થાય તો ખેડૂત સામે પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે, જો વન વિભાગ આવી બાંહેધરી આપે પછી જ બાળકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે.આમ છેલ્લા ૨૪ કલાકથી પરિવારજનોએ બાળકનો મૃતદેહ ન સ્વીકારતા વન વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.










































